કાળ - Tense



Tense - કાળ

સામાન્ય રીતે કાળ ૩ પ્રકારના હોય છે.

૧. ભૂતકાળ ( Past Tense  )
૨. વર્તમાન કાળ ( Present  Tense )
૩. ભવિષ્ય કાળ  ( Future  Tense  )

તેવી જ રીતે કાળના પેટાપ્રકાર હોય છે.
૧. સાદો ભૂતકાળ ( Simple Past Tense ) – કોઈ ક્રિયા થઇ / ક્રિયા ન થઇ તેવું દર્શાવવા માટે .
૨. સાદો વર્તમાન ( Simple Present Tense ) – કોઈ ક્રિયા થાય છે /  ક્રિયા થતી નથી તેવું દર્શાવવા માટે.
૩. સાદો ભવિષ્ય કાળ ( Simple Future Tense ) – કોઈ ક્રિયા થશે /  ક્રિયા નહિ થાય તેવું દર્શાવવા માટે.
૪. ચાલુ ભૂતકાળ ( Continuous Past Tense ) – ભૂતકાળ માં ક્રિયા ચાલી રહી હતી ભૂતકાળ માં ક્રિયા ચાલી રહી ન હતી તેવું દર્શાવવા માટે.
૫. ચાલુ વર્તમાનકાળ  ( Continuous Present Tense ) – વર્તમાનમાં ક્રિયા ચાલી રહી છે. વર્તમાનમાં ક્રિયા ચાલી રહી નથી તેવું દર્શાવવા માટે.
૬. ચાલુ ભવિષ્યકાળ  ( Continuous Future Tense ) – ભવિષ્યમાં ક્રિયા ચાલી રહી હશે ભવિષ્યમાં ક્રિયા ચાલી રહી નહિ હોય તેવું દર્શાવવા માટે.
૭. પૂર્ણ ભૂતકાળ ( Perfect Past Tense ) – ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી / થઇ ગયી ન હતી  તે દર્શાવવા માટે.
૮. પૂર્ણ વર્તમાનકાળ ( Perfect Present Tense ) – વર્તમાનમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી છે / થઇ ગયી નથી તે દર્શાવવા માટે.
૯. પૂર્ણ ભવિષ્ય કાળ  ( Perfect Future Tense ) – ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી હશે / પૂર્ણ થઇ ગયી નહિ હોય તે દર્શાવવા માટે.
૧૦. ચાલુ પૂર્ણ ભૂતકાળ ( Continuous Perfect Past Tense ) – ભૂતકાળમાં અમુક સમયથી ક્રિયા થઇ રહી હતી / થઇ રહી ન હતી તે દર્શાવવા માટે.
૧૧. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ( Continuous Perfect Present Tense ) – વર્તમાન માં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે./ અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી તેવું દર્શાવવા માટે. 

૧૨. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ  ( Continuous Perfect future Tense ) – ભવિષ્યમાં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે./ અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી તેવું દર્શાવવા માટે. 


૧. સાદો ભૂતકાળ ( Simple Past Tense )
વ્યાખ્યા : 
P   =  ક્રિયા થઇ.
N  = 
ક્રિયા ન થઇ.

યાદ રાખો : 
 ૧. આ કાળ માં વાક્યો હમેશા અધૂરા રહે છે.
૨. આ વાક્યો ની પાછળ છે, હતું, હશે, નથી, ન હતું, નહિ હોય જેવા શબ્દો લગતા નથી.

દા. ત.
P  =  રામે પૂજા કરી.
N  = 
રામે પૂજા ન કરી.
P  =  પૂજા એ ચોપડી વાંચી
N  = 
પૂજા એ ચોપડી ન વાંચી.
P  =  સોનલે ગાડી ચલાવી
N  = 
સોનલે ગાડી ન ચલાવી.
P  =  અમિતે નવો ફોન ખરીદ્યો
N  = 
અમિતે નવો ફોન ન ખરીદ્યો.
P  =  સોહમ ઘરે આવ્યો
N  = 
સોહમ ઘરે ન આવ્યો.

Use   –  Active Voice 

Sub + V2 + obj
Sub  +  did  + NOT + v1 + obj
Did  + NOT + sub + v1 + obj + ?
Wh + did  + NOT + sub + v1 + obj + ?

Use   –  Passive Voice 

Obj + was/were  + NOT + v3 + by sub
was/were  + NOT + obj + v3 + by sub + ?
Wh + was/were  + NOT + obj + v3 + by sub + ?

૨. સાદો વર્તમાનકાળ ( Simple Present Tense )
વ્યાખ્યા : 
 P  =  ક્રિયા થાય છે.
N  = 
ક્રિયા થતી નથી.
યાદ રાખો :
૧. આ કાળ સામાન્ય રીતે દરરોજ, અવારનવાર, હંમેશા, વારંવાર, ક્યારેક, દર અઠવાડિયે, દર મહીને, દર વર્ષે, જેવી ક્રિયાઓમાં વપરાય છે.
૨. સનાતન સત્ય, કહેવતો માટે.
૩. વૈજ્ઞાનિક અને ગણીતિક સિદ્ધાંતો માટે.

દા. ત.
P  =  રામ દરરોજ પૂજા કરે છે.
N  = 
રામ દરરોજ પૂજા કરતો નથી.
P  =  માનસી અવારનવાર ગીત ગાય છે.
N  = 
માનસી અવારનવાર ગીત ગાતી નથી.
P  =  સોનલ દર અઠવાડિયે ગાડી ચલાવે છે.
N  = 
સોનલ દર અઠવાડિયે ગાડી ચલાવતી નથી.
P  =  અમિત દર વર્ષે નવો ફોન ખરીદે છે.
N  = 
અમિત દર વર્ષે નવો ફોન ખરીદતો નથી.
P  =  સોહમ દર મહીને ઘરે આવે છે.
N  = 
સોહમ દર મહીને ઘરે આવતો નથી.

સનાતન સત્ય

સૂર્ય પૂર્વ માં ઉગે છે.
બ્રમાંડમાં અગણિત તારા છે.
સૂર્ય એક તારો છે.

કહેવતો :
ઉતાવળે આંબા ન પાકે.
મન હોય તો માંડવે જવાય. 

વૈજ્ઞાનિક સિદ્ધાંતો :
પાણી પ્રવાહી છે.

ગણીતિક સિદ્ધાંતો :
૧૦ ૧૦ = ૦ થાય છે.

Use   –  Active Voice 

Sub + V, (s,es) + obj
Sub  +  do/does + NOT + v1 + obj
Do/does + sub + v1 + obj + ?
Wh + do/does + NOT + sub + v1 + obj + ?

Use   –  Passive Voice 

Obj + is/am/are + NOT + v3 + by sub
is/am/are + NOT + obj + v3 + by sub + ?
Wh + is/am/are + NOT + obj + v3 + by sub + ?

૩. સાદો ભવિષ્યકાળ ( Simple Future Tense )
વ્યાખ્યા
P  =  ક્રિયા થશે.
N  = 
ક્રિયા નહિ થાય.

યાદ રાખો
૧. આ કાળ સામાન્ય રીતે ક્રિયાપદ ની સાથે લાગે છે.
૨. આ કાળ સિવાય બધા જ Future  Tense  માં હોઈશ, હશે, હોઈશું, જેવા શબ્દો લાગે છે.
૩. આ કાળ માં હશેશબ્દ લાગશે નહિ.

દા. ત.
P  =  રામ પૂજા કરશે.
N  = 
રામ પૂજા નહિ કરે.
P  =  માનસી ગીત ગાશે.
N  = 
માનસી ગીત નહિ ગાય.
P  =  સોનલ ગાડી ચલાવશે.
N  = 
સોનલ ગાડી નહિ ચલાવે.
P  =  અમિત નવો ફોન ખરીદશે.
N  = 
અમિત નવો ફોન ખરીદશે નહિ.
P  =  સોહમ ઘરે આવશે
N  = 
સોહમ ઘરે નહિ આવે.

Use   –  Active Voice
Sub + will/shall + NOT + V1 + obj
will/shall + NOT + sub + v1 + obj + ?
Wh + will/shall + NOT + sub + v1 + obj + ?

Use   –  Passive Voice
Obj + will/shall + NOT + be + v3 + by sub
will/shall + NOT + obj + be + v3 + by sub + ?
Wh + will/shall + NOT + obj + be + v3 + by sub + ?

4. ચાલુ ભૂતકાળ ( Continuous Past Tense )
વ્યાખ્યા :  
P  :
ભૂતકાળ માં ક્રિયા ચાલી રહી હતી. 
N  :
ભૂતકાળ માં ક્રિયા ચાલી રહી ન હતી. 

યાદ રાખો :
આ કાળ માં ભૂતકાળ માં કોઈક ક્રિયા ચાલી રહી હતી તેવું દર્શાવવા માં આવે છે.

દા. ત.
P  : બાળકો પરીક્ષા આપી રહ્યા હતા.
N  :
બાળકો પરીક્ષા આપી રહ્યા ન હતા.
P  : રામ પૂજા કરી રહ્યો હતો.
N  :
રામ પૂજા કરી રહ્યો ન હતો.
P  =  માનસી ગીત ગાયી રહી હતી.
N  = 
માનસી ગીત ગાયી રહી ન હતી.
P  =  સોનલ ગાડી ચલાવી રહી હતી.
N  = 
સોનલ ગાડી ચલાવી રહી ન હતી.
P  =  અમિત નવો ફોન ખરીદી રહ્યો હતો.
N  = 
અમિત નવો ફોન ખરીદી રહ્યો ન હતો.
P  =  સોહમ ઘરે આવી રહ્યો હતો.
N  = 
સોહમ ઘરે આવી રહ્યો ન હતો.

Use   –  Active Voice
Sub + was/were + NOT + V1 + ing + obj
was/were + NOT + sub + v1 + ing + obj + ?
Wh + was/were + NOT + sub + v1 + ing + obj + ?

Use   –  Passive Voice
Obj + was/were + NOT + being  + v3 + by sub
was/were + NOT + obj + being + v3 + by sub + ?
Wh + was/were + NOT + obj + being + v3 + by sub + ?

5. ચાલુ વર્તમાનકાળ ( Continuous Present Tense )
વ્યાખ્યા :  
P  :
વર્તમાન માં ક્રિયા ચાલી રહી છે.
N  :
વર્તમાન માં ક્રિયા ચાલી રહી નથી.

યાદ રાખો :
આ કાળ માં વર્તમાન માં હાલ માં કોઈક ક્રિયા ચાલી રહી છે તેવું દર્શાવવા માં આવે છે.

(
રહ્યો , રહ્યા, રહ્યું )

દા. ત.
P  : બાળકો પરીક્ષા આપી રહ્યા છે.
N  :
બાળકો પરીક્ષા આપી રહ્યા નથી.
P  : રામ પૂજા કરી રહ્યો છે.
N  :
રામ પૂજા કરી રહ્યો નથી.
P  =  માનસી ગીત ગાયી રહી છે.
N  = 
માનસી ગીત ગાયી રહી નથી.
P  =  સોનલ ગાડી ચલાવી રહી છે.
N  = 
સોનલ ગાડી ચલાવી રહી નથી.
P  =  અમિત નવો ફોન ખરીદી રહ્યો છે.
N  = 
અમિત નવો ફોન ખરીદી રહ્યો નથી.
P  =  સોહમ ઘરે આવી રહ્યો છે.
N  = 
સોહમ ઘરે આવી રહ્યો નથી.

Use   –  Active Voice
Sub + is/am/are + NOT + V1 + ing + obj
is/am/are + NOT + sub + v1 + ing + obj + ?
Wh + is/am/are + NOT + sub + v1 + ing + obj + ?

Use   –  Passive Voice
Obj + is/am/are +  NOT + being + v3 + by sub
is/am/are + NOT + obj + being + v3 + by sub + ?
Wh + is/am/are + NOT + obj + being + v3 + by sub + ?

6. ચાલુ ભવિષ્યકાળ ( Continuous Future Tense )

વ્યાખ્યા :  
P  :
ભવિષ્ય માં કોઈ માં ક્રિયા ચાલી રહી હશે. 
N  :
ભવિષ્ય માં કોઈ ક્રિયા ચાલી રહી નહી હોય. 

યાદ રાખો :
આ કાળ માં ભવિષ્ય માં કોઈક ક્રિયા ચાલી રહી હશે તેવું દર્શાવવા માં આવે છે.

દા. ત.
P  : બાળકો પરીક્ષા આપી રહ્યા હશે.
N  :
બાળકો પરીક્ષા આપી રહ્યા નહિ હોય.
P  : રામ પૂજા કરી રહ્યો હશે.
N  :
રામ પૂજા કરી રહ્યો નહિ હોય.
P  =  માનસી ગીત ગાયી રહી હશે.
N  = 
માનસી ગીત ગાયી રહી નહિ હોય.
P  =  સોનલ ગાડી ચલાવી રહી હશે.
N  = 
સોનલ ગાડી ચલાવી રહી નહિ હોય.
P  =  અમિત નવો ફોન ખરીદી રહ્યો હશે.
N  = 
અમિત નવો ફોન ખરીદી રહ્યો નહિ હોય.
P  =  સોહમ ઘરે આવી રહ્યો હશે.
N  = 
સોહમ ઘરે આવી રહ્યો નહિ હોય.

Use   –  Active Voice
Sub + will/shall + NOT + be V1 + ing + obj
will/shall + NOT + sub + be + v1 + ing + obj + ?
Wh + will/shall + NOT + sub + be + v1 + ing + obj + ?


7. પૂર્ણ ભૂતકાળ – Perfect Past Tense
વ્યાખ્યા :  ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ (થઇ ગયી / થઇ ગયી ન હતી ) તે દર્શાવવા માટે.

દા. ત.
P  =  રામે  પૂજા કરી લીધી હતી.
N  = 
રામે પૂજા કરી લીધી ન હતી.
P  =  માનસીએ  ગીત  ગાઇ લીધું હતું.
N  = 
માનસીએ  ગીત ગાઇ લીધું ન હતું.
P  =  સોનલે  ગાડી ચલાવી લીધી હતી.
N  = 
સોનલે  ગાડી ચલાવી લીધી ન હતી.
P  =  અમિતે  નવો ફોન ખરીદી લીધો હતો
N  = 
અમિતે  નવો ફોન ખરીદી લીધો ન હતો.
P  =  સોહમેં ઘરે આવવું પડ્યું હતું.
N  = 
સોહમેં ઘરે આવવું પડ્યું ન હતું.

Use   –  Active Voice
Sub + had  + NOT + V3 + obj
had  + NOT + sub + V3 + obj + ?
Wh + had  + NOT + sub + V3 + obj + ?

Use   –  Passive Voice
Obj + had  + NOT + been + v3 + by sub
had + NOT + obj + been + v3 + by sub + ?
Wh + had + NOT + obj + been + v3 + by sub + ?


પૂર્ણ વર્તમાનકાળ ( Perfect Present Tense )
 
વ્યાખ્યા :  
P  :
વર્તમાન માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ છે.
N  :
વર્તમાન માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ નથી.

યાદ રાખો :
આ કાળ નો ઉપયોગ વર્તમાન માં કોઈક ક્રિયા પૂર્ણ થઇ ગઈ છે તેવું દર્શાવવા માટે થાય છે.  તેમજ આ કાળ માં લીધું, દીધું, મુક્યું, ચુક્યું, આવ્યું, ગયું, આપ્યું વિ. શબ્દો પણ આવી શકે છે.

દા. ત.
P  : બાળકોએ  પરીક્ષા આપી દીધી છે.
N  :
બાળકોએ  પરીક્ષા આપી દીધી નથી.
P  : રામે  પૂજા કરી લીધી છે.
N  :
રામેં પૂજા કરી લીધી નથી.
P  =  માનસીએ  ગીત ગાયી લીધું છે.
N  = 
માનસીએ  ગીત ગાયી લીધું નથી.
P  =  સોનલે  ગાડી ચલાવી લીધી છે.
N  = 
સોનલે ગાડી ચલાવી લીધી નથી.
P  =  અમિતે નવો ફોન ખરીદી લીધો છે.
N  = 
અમિતે  નવો ફોન ખરીદી લીધો નથી.
P  =  સોહમ ઘરે આવી ચુક્યો છે.
N  = 
સોહમ ઘરે આવી ચુક્યો નથી.

Use   –  Active Voice
Sub + have/has + NOT + V3 + obj
have/has + NOT + sub + V3 + obj + ?
Wh + have/has + NOT + sub + V3 + obj + ?

Use   –  Passive Voice
Obj + have/has + NOT + been + V3 + by sub
have/has + NOT + obj + been + V3 + by sub + ?
Wh + have/has + NOT + obj + been + V3 + by sub + ?

પૂર્ણ ભવિષ્યકાળ ( Perfect Future Tense )
વ્યાખ્યા : 
P  : ભવિષ્ય માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ હશે.
N  :
ભવિષ્ય માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ નહિ હોય.
 
યાદ રાખોઆ કાળ નો ઉપયોગ ભવિષ્ય માં કોઈક ક્રિયા પૂર્ણ થઇ ગઈ હશે તેવું દર્શાવવા માટે થાય છે.

દા. ત.
P  : બાળકોએ  પરીક્ષા આપી દીધી હશે.
N  :
બાળકોએ  પરીક્ષા આપી દીધી નહિ હોય.
P  : રામે  પૂજા કરી લીધી હશે.
N  :
રામેં પૂજા કરી લીધી નહિ હોય.
P  =  માનસીએ  ગીત ગાયી લીધું હશે.
N  = 
માનસીએ  ગીત ગાયી લીધું નહિ હોય.
P  =  સોનલે  ગાડી ચલાવી લીધી હશે.
N  = 
સોનલે ગાડી ચલાવી લીધી નહિ હોય.
P  =  અમિતે નવો ફોન ખરીદી લીધો હશે.
N  = 
અમિતે  નવો ફોન ખરીદી લીધો નહિ હોય.
P  =  સોહમ ઘરે આવી ચુક્યો હશે.
N  = 
સોહમ ઘરે આવી ચુક્યો નહિ હોય.

Use   –  Active Voice
Sub + will/shall + NOT + have + V3 + obj
will/shall + NOT + sub + have + V3 + obj + ?
Wh + will/shall + NOT + sub + have + V3 + obj + ?

Use   –  Passive Voice
Obj + will + NOT + have/been + v3 + by sub
will + NOT + obj + have/been + v3 + by sub + ?
Wh + will + NOT + obj + have/been + v3 + by sub + ?


 ચાલુ પૂર્ણ ભૂતકાળ ( Continuous Perfect Past Tense )

વ્યાખ્યા :

P  :
ભૂતકાળ માં અમુક સમય થી ક્રિયા થઇ રહી હતી.
N  :
ભૂતકાળ માં અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી.
——————————————સમય—————————————-
Since  ( Point of Time )                                                         From ( Period of Time )
જ્યાંથી ક્રિયા શરુ થઇ તે સમય દર્શાવવા.                           ક્રિયા ને શરુ કરવા જે સમય લાગ્યો તે દર્શાવવા.
સવારથી, સાંજથી, ૨..૦૦ વાગ્યા થી, ૧૯૯૦ થી….              ૨ કલાકથી, ૨ દિવસથી, ૪ અઠવાડિયાથી….

યાદ રાખો :   આ કાળમાં પણ Sinceઅને Forનો નિયમ લાગુ પડે છે.

દા. ત.
Since  :
P  : હું ૧૯૯૦ થી ભણાવી રહી હતી.
N  :
હું  ૧૯૯૦ થી ભણાવી રહી ન હતી.
P  : રામ સવારથી પૂજા કરી રહ્યો હતો.
N  :
રામ સવારથી પૂજા કરી રહ્યો ન હતો.
P  =  માનસી  ૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી હતી.
N  = 
માનસી ૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી ન હતી.
P  =  સોનલ  છેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી હતી.
N  = 
સોનલ છેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી ન હતી.
P  =  અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો હતો
N  = 
અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો ન હતો.

For  :
P  : હું  ૨ દિવસથી ભણાવી રહી હતી.
N  :
હું  ૨ દિવસથી ભણાવી રહી ન હતી.
P  : રામ ૩ કલાક થી પૂજા કરી રહ્યો હતો
N  :
રામ ૩ કલાકથી પૂજા કરી રહ્યો ન હતો.
P  =  માનસી  ૫ અઠવાડિયાથી ગીત ગાયી રહી હતી.
N  = 
માનસી ૫ અઠવાડિયા થી ગીત ગાયી રહી ન હતી.
P  =  સોનલ  ૬ મહિનાથી ગાડી ચલાવી રહી હતી.
N  = 
સોનલ ૬ મહિનાથી ગાડી ચલાવી રહી ન હતી.
P  =  અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો હતો.
N  = 
અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો ન હતો.

Use   –  Active Voice
Sub + had + NOT + been + V1 + ing + obj
had + NOT + sub + been + V1 + ing + obj + ?
Wh + had + NOT + sub + been + V1 + ing + obj + ?

ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ( Continuous Perfect Present Tense )

વ્યાખ્યા :

P  : વર્તમાન માં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે.
N  : વર્તમાન માં અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી.
——————————————સમય—————————————-
Since  ( Point of Time )                                                         From ( Period of Time )
જ્યાંથી ક્રિયા શરુ થાય છે તે સમય દર્શાવવા.                           ક્રિયા ને શરુ કરવા જે સમય લાગે તે દર્શાવવા.
સવારથી, સાંજથી, ૨..૦૦ વાગ્યા થી, ૧૯૯૦ થી….              ૨ કલાકથી, ૨ દિવસથી, ૪ અઠવાડિયાથી….

દા. ત.
Since  :
P  : હું ૧૯૯૦ થી ભણાવી રહી છું.
N  : હું  ૧૯૯૦ થી ભણાવી રહી નથી.
P  : રામ સવારથી પૂજા કરી રહ્યો છે.
N  : રામ સવારથી પૂજા કરી રહ્યો નથી.
P  =  માનસી  ૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી છે.
N  =  માનસી ૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી નથી.
P  =  સોનલ  છેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી છે.
N  =  સોનલ છેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી નથી.
P  =  અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો છે.
N  =  અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો નથી.

For  :
P  : હું  ૨ દિવસથી ભણાવી રહી છું.
N  : હું  ૨ દિવસથી ભણાવી રહી નથી.
P  : રામ ૩ કલાક થી પૂજા કરી રહ્યો છે.
N  : રામ ૩ કલાકથી પૂજા કરી રહ્યો નથી.
P  =  માનસી  ૫ અઠવાડિયાથી ગીત ગાયી રહી છે.
N  =  માનસી ૫ અઠવાડિયા થી ગીત ગાયી રહી નથી.
P  =  સોનલ  ૬ મહિનાથી ગાડી ચલાવી રહી છે.
N  =  સોનલ ૬ મહિનાથી ગાડી ચલાવી રહી નથી.
P  =  અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો છે.
N  =  અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો નથી.

Use   –  Active Voice


Sub + have/has + NOT + been + V1 + ing + obj
have/has + NOT + sub + been + V1 + ing + obj + ?
Wh + have/has + NOT + sub + been + V1 + ing + obj + ?

ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ( Continuous Perfect Future Tense )

વ્યાખ્યા :

P  : ભવિષ્ય માં અમુક સમય થી અમુક સમય સુધી ક્રિયા થઇ રહી હશે. 
N  : ભવિષ્ય માં માં અમુક સમય થી અમુક સમય સુધી ક્રિયા થઇ રહી નહી હોય.
 
યાદ રાખો :  
 ૧. આ કાળમાં થી………..સુધીવપરાય છે.
૨. આ કાળમાં થીશબ્દ એકલો જ વાપરવામાં આવતો નથી.
૩. આ કાળમાં થીઅને સુધીશબ્દો સાથે જ વાપરવામાં આવે છે.
૪. આ કાળમાં સુધી શબ્દ એકલો વાપરી શકાય છે.

દા. ત.
P  : હું આવતી કાલે સવારથી સાંજ સુધી ભણાવી રહી હોઈશ.
N  : હું  આવતી કાલે સવારથી સાંજ સુધી ભણાવી રહ્યો નહિ હોઉં.
P  : રામ ૧૨ વાગ્યા સુધી પૂજા કરી રહ્યો હશે.
N  : રામ ૧૨ વાગ્યા સુધી પૂજા કરી રહ્યો નહી હોય.
P  =  માનસી  આવતીકાલ સુધી ગીત ગાયી રહી હશે.
N  =  માનસી આવતીકાલ સુધી ગીત ગાયી રહી નહિ હોય.
P  =  સોનલ  સવારથી સાંજ સુધી ગાડી ચલાવી રહી હશે.
N  =  સોનલ સવારથી સાંજ સુધી ગાડી ચલાવી રહી નહિ હોય.

Use   –  Active Voice


Sub + will/shall + NOT + have been + V1 + ing + obj
will/shall + NOT + sub + have been + V1 + ing + obj + ?
Wh + will/shall + NOT + sub + have been + V1 + ing + obj + ?

આભાર...


4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Thank-you so much very very thank you God bless you thank you so much again

    ReplyDelete
  3. English levi rite Tektar karvanu

    ReplyDelete
  4. Very good information...very very useful....thanks

    ReplyDelete